પ્રિયે ....
તે મને ઘણું બધુ આપ્યું ....
તે મારામાં ઘણું બધુ વાવ્યું ....
અને તે જે આપ્યું વાવ્યું જો..! એ હવે ઊગી રહ્યું છે....
ભીતર અનુભવેલી અતી વેદના,અતી પીડા બાદ....
એક વિચાર ભીતર જન્મે છે. એક તેજ લિસોટો થાય છે.....
ને અંધકાર બાદ અંજવાસ થાય છે....
એક નવી જ સમજણ નો ઉદય થાય છે. વિકાસ થાય છે.
આ તે કર્યું , આ મે કર્યું , તે જે કર્યું ખરાબ હતું મે જે કર્યું સારું હતું.
તે મને પ્રેમના બદલામાં વેદના આપી પીડા આપી.
મે તને હર એક પીડાના બદલામાં પણ પ્રેમ આપ્યો.
આ બધી બાલીસ વાતો મારી કે તારી. અંતે જ્યારે સમજાય છે....
ત્યારે... વિચારમાં એકા એક બદલાવ આવી જાય છે..
પહેલા હર એક સારી કે ખરાબ ઘટના માટે અન્યને દોષ આપનાર....
હવે કોઈ જ ઘટના માટે અન્ય ને દોષ નથી આપતો.....
અને પોતે કોઈ પણ ઘટના માટે જવાબ દાર છે તેવું પણ નથી માનતો....
અને સહજ સ્વીકારે છે....
હર એક બદલાવ ને હર એક પરીવર્તન ને...
અને ત્યારે જ ઈશ્વર હોવાની અનુભૂતિ થાય છે.....
પ્રાણી માત્રમાં મૂળ તત્વ પ્રેમ...
અને એ પ્રેમ તત્વ ને કારણે....
હર એક માનવ જીવનની આસ પાસ ....
સર્જાય છે કઈ કેટલીયે ઘટના....
સારી કે ખરાબ, આનંદ સભર કે પીડા દાયક.
પણ પછી સમજાય છે, ત્યારે કહેવાનું મન થાય છે. કે.....
તારી કે મારી ઇચ્છાથી બહુ બહુ તો પાંદડું જરા ફર ફરે...
પણ વાવાઝોડું ના થાય ....
તારા કે મારા ધરતી પર પગ પછાડવાથી બહુ બહુ તો ....
ધુળની થોડી ડમરી ઊડે, ભૂકંપ ના આવી જાય...
અને .. અને . અને... તું ને હું અગર સાથે મળી ને પણ...
જો દરિયામાં ધુબાકો મારીએ ને...! તો....
બહુ બહુ તો બે ચાર છાંટણા ઊડે પણ સુનામી તો ના જ સર્જાય.....
પણ... પણ...પણ....
હાં , આ બધી ઘટના ભીતર સર્જાય છે. કોઈ એકાદ નાની અમથી ક્ષણમા..
કોઈ જૂની પુરાની બંધ કિતાબ...
કે જેની ઉપર યુગોની ધૂળ ચડી ગઈ હોય ....
અને કોઈ ફૂંક મારી એ ધૂળ ઉડાડવા પ્રયાસ કરે ને..! તો.....
આખી એ જૂની પુરાણી જર્જરિત કિતાબના પાનાં ફર ફરવા લાગે...
ને ફરીભીતર વાવાઝોડું થાય ...
કોઈ આવી ને હ્રદય પર ચાલે અને જૂના કોઈ પગલાંની છાપ પર ભૂલમાં પણ..!
જો હળવેકથી પણ પગ મૂકે ને...! તો...
ભીતર ભૂકંપ આવી જાય ....
અને .. અને . અને હાં...
જો કોઈ શાંત જળમાં ફરી અઢી અક્ષરનો પથ્થર નાખે ને ..! તો....
આંખોમાં”અનંત” સુનામી સર્જાય......
પ્રિયે આખરે હું માણસ છું.....
મારામાં હજુ વેદના, સંવેદના જીવે છે....
એ મરી નથી,મરશે નહીં અને મારે મારવીયે નથી....
કેમ કે એ મને અહેસાસ કરાવે છે. કે હું હજુ જીવંત છું...!
અને અંતમાં ફરી એજ સમજાયેલી વાત.....
કે પહેલા હર એક ખરાબ ઘટના માટે અન્યને દોષ આપનાર....
હું હવે કોઈ જ ઘટના માટે અન્ય ને દોષ નથી આપતો.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”






No comments:
Post a Comment