તુ જ
હતી...
આમ
તો સાવ મારા ઘર સામે તુ જ હતી.
બીજુ કોઈ
જ નહી, આખર સામે તુ જ હતી.
આંખ ખુલી 'ને, મન ભટકી ગયું. નહીં તો,
બંધ આંખે મારી
નજર સામે તું જ હતી.
દ્વાર ખુલ્યા ને દર્શને ગોપીઓ આવી
ચડી.
નહી તો
ખરી ભક્ત, ’રાધા’
નામે તુ જ
હતી.
ગાયોની વચ્ચે, વાંસળી વગાડતો હતો હું.
પનિહારીઓ વચ્ચે, ગોકુળ ગામે તુ જ હતી.
“અનંત” વાત વિશ્વાસની નહી શ્રધ્ધાની છે.
સાચ્ચે બંધ આંખે નજર સામે તુ જ હતી.
"અનંત"
"અનંત"

2 comments:
ખૂબ સુંદર સજાવટ કરી છે તે યાર....
☺😊
Post a Comment