અનંત"ના પત્રો માથી.....
પ્રિયે ...
મે નોંધ્યું છે કે....
આજ કાલ તું મુક્તિની વાતો બહુ કરે છે.
જે પ્રેમ થકી તું ઊડી રહી હતી...
આજે તું એજ પ્રેમને બંધન ગણે છે.
અને મારુ સાવ ઉલ્ટુ છે.
હું બંધનને પ્રેમ ગણું છું.
અને પ્રેમને જ મુક્તિ.
પૂછ મને એવું કેમ ?
તો..! એ કહેતા પહેલા કહી દઉં કે ....
તું ચાહે તો મુક્ત રહી શકે છે.
પણ સાચું કહું..!
જે બંધાઈ શકે તેજ મુક્ત રહી શકે..!
મને સંબંધોમાં બંધનો ગમે છે.
અને તને કેવળ સંબંધો ગમે.
મને તો બંધાવું ગમે છે.
તું સંબંધોને બંધન ગણે છે.
અને હું બંધનોને સંબંધ.
અને હા, મને ગમતી એક વાત કહું... કદાચ તને ગમે..!
પ્રેમમાં પણ પ્રેમથી ખુલ્લા શ્વાસ લઈ શકાય....
જે સંબંધમાં ખુલ્લા શ્વાસ લઈ શકાય એ બંધન નથી.
અને જે ગૂંગળાવે એ ખરેખર સંબંધ નથી..!
પ્રિયે, 
મને લાગે છે તને હજુ મુક્તિ બંધન વિષે જાજી સમજ નથી.
માટે તું આવી બાલીશ વાતો કરે છે.
તું મુક્ત છે, કે કાયમ રહી શકશે...!
એ કેવળ તારો ભ્રમ છે.
હું માનું છું કે..
મુક્તિ યાને મોક્ષ એટલે....
એટલે નાસીપાસ વૃતી.
જે મારામાં બિલકુલ નથી.
આ માન્યતા કેવળ મારી છે.
તારે એ માનવું જરૂરી નથી.
તું તારી રીતે વિચાર...
માનવું કે ના માનવું તું સ્વતંત્ર છે.
આ વાત કદાચ તું ના પણ સમજી શકે.
તો પણ મને કોઈજ વાંધો નથી...
અગર તને પ્રેમ બંધન લાગે છે. તો...
તું તારે પ્રેમથી મુક્ત થઈ જા...
“પ્રેમથી” બે અર્થમાં સમજી જજે...
અને ઉકેલી શકે તો આટલું ઉકેલવા પ્રયત્ન કરજે.
“પ્રેમથી પેટ ભરાઈ ના ભરાઈ પેટ ભોજનથી”
“પ્રેમની તરસ છીપાય ના છીપાય તરસ પાણીની”
આ બે લીટીમાં અસંખ્ય અર્થો છુપાયા છે.
શબ્દોના અલગ અલગ ટુકડા જોડી તોડીને વાંચજે.
તો કદાચ તને સમજવું થોડું સરળ પડશે...
જો તું એમાં છુપાયેલા અર્થો ઉકેલી શકે. તો...!
પ્રેમ, જીવન, સંબંધ, મુક્તી બંધન,
આ બાકીના અર્થો, આપો આપ તને ઊકલી જશે...
“અનંત” સાચું કહું ?હું કોઈને બાંધતો નથી.
કિન્તુ મને તો બંધનો ગમે મને બંધાવું ગમે.
આવ તું પણ બંધાઈને મુક્ત થઈજા અગર જો,
મને તારા પ્રેમમાં બાંધીને, તને બંધાવું ગમે.
મને નથી લાગતું કે, તું મારી વાત ઉકેલી શકે.
બની શકે અત્યારે કદાચ તને મારી આ વાત પણ ગૂંગળાવે.
બની શકે કોઈ એવા સંજોગે તને મારી વાત સમજાય.
જ્યારે તું ખરા અર્થમાં ગૂંગળાતી હોય.
પણ...
ત્યારે કદાચ મોડુ થઈ ગયું હોય . એવું પણ બને....
**************************************
“અનંત”
No comments:
Post a Comment