આ રચના "અનંતે" એ સમયે લખેલી જ્યારે કોઈએ સવાલ કર્યો હતો ....
"આ "અનંત"કોણ છે ?"
અને આ એક ના એક સવાલ.. " શું આપ જ "અનંત" છો ? જ્યારે વારંવાર પૂછાયો ત્યારે એણે આ રચના લખેલી ....
અને એમાં જ ક્યાક એણે સિફત પૂર્વક એ વારે વારે સવાલ કર્તા નું નામ પણ ઉમેરી દીધું ....
@@@@@@@@@@@@@@@@@@@@@
યુગોનો ખૂબ થાક છે. સુવા દે મને ! તું ઢ્ંઢોળવાનું છોડ.
કે બંધ
આખે સપનુ પણ તારું જ ચાલે છે. તોડવાનું છોડ.
હજુ સુધી
ઉકેલી શક્યું નથી કોઈ. ગૂંચવાય જશે તું પણ !
ભીતર
ચેત ,યા ચેતજે. કોયડો છું. તું મને ઉકેલવાનું છોડ.
તાગ
નહીં મેળવી શકે કદી. મોતી નહીં પામે એ, જે કરશે-
શંકા. ખારો દરિયા છું. શંકા હોય તો મને ઉલેચવાનું છોડ.
હું આમ
પણ ખવાઇ ગયો છું ચો તરફથી પ્રેમથી, અરે..ઓ.
પવિત્ર
દિમક.! હવે તું આ "પ્રાચી"ન. લાકડાને
ફોલવાનું છોડ.
તરસ
ના છીપાવી શકશે મૃગજળ કદી. જળની ઈચ્છા કર "અનંત"
આ જન્મે તારા માટે હું મૃગ જળ છું મૃગ જળ પાછળ દોડવાનું છોડ.
No comments:
Post a Comment