વર્ષો પહેલા કોઈ ચહીતીને કહ્યું હતું,
અનંતે આવુ બધુ...
જે હુ છાપી મારૂ અહી સીધે સીધુ...
@@@@@
યુગો પછી મળ્યા .
ખૂબ કરી વાતો હજુ ઘણી બાકી હતી,
ત્યાં તો મને છોડી ગઈ તું .
ને ફરી ના મળવાનો ઉપકાર કરવાનું પણ કહી દીધું.
તો ઉપકાર તો હું કોઈ પર કરતો જ નથી ..
તો મે ઉપકાર કર્યો કહેવાય જો તારી વાત માનું.
થોડી મારી સાંભળી થોડી પોતાની પીડા વર્ણવી ને હવે ..
મને પૂછે છે તું કે તું ઉદાસ કેમ.?
મને ઉદાસ કર્યા પછી મારી ઉદાસીનું કારણ પૂછે છે તું.!!!
જાણે કશું જ જાણતી ના હોય .....
તારે કારણ જ જાણવું છે ને ....?
તો લે આજે તને મળ્યા પછી.
મારામાં આવેલ સઘળાં પરીવર્તન વિષે તહે કહું.
જ્યારે તું મળતી મારામા અનેરી મસ્તી ફરી વળતી.
અને એ મસ્તી નું કારણ તું.
જ્યારે તું ખન ખન હસતી. હસી પડતો હું.
વર્ષો બાદ મારા હોઠની હસી નું કારણ તું.
તારો મધુર સ્વર સાંભળી ખીલી ઊઠતો હું.
મારી આ મદ મસ્ત તંદુરસ્તીનું કારણ તું.
અને જ્યારે જ્યારે ચહેરો ઝાંખો ઝાંખો પડે ને..!
સમજી જજે હશે મારી એ માંદગીનું કારણ તું.
પણ હવે હું શું કરું ? તે તો મને ધમકી આપી કે...
અગર હું જો હવે મળીશ તને. તો વરાળ થશે તું.
હું ડરપોક પહેલેથી જ હતો પણ આજે વધુ ડરૂ છું.
હાં ડરૂ છું એટલે કે મને ડર છે . એ કે...
શું ખરેખર હવે મને નહીં જ મળે તું ... ?
લે હવે આટલું કહ્યા પછી એ પણ કહી જ દઉં..!
કે હું ઉદાસ કેમ ? તો મારી ઉદાસીનું કારણ તું તું ને તું .....
આજે પણ મે રંગીન કઈક પીધું ...
અગર જો મને ખુશ જોવો હોય તો....
તારી ધમકી ની તો ઐસી તૈસી લે હવે હું પણ તને ....
ધમકી આપું છું કે..........
કઈ નહીં હવે જવા દેને મને એ નહીં ફાવે ....
*બ્લાસ્ટ*
મારૂ કૈ નથી હું તો છાપી મારૂ છું.
"અનંત" તું કદિ' છાપો ન મારજે.!
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=305238399585868&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb

No comments:
Post a Comment