વર્ષો પહેલા.....
આમ ઉપરથી સાવ શાંત ચીત ધરાવતા..
અને ભીતરથી પ્રેમથી ઉછળતા ઘુઘવતા
અનંત સાગર જેવો સ્વભાવ ધરાવતા અનંતે
એકાંતમા વારંવાર મળતી તેની ચહીતી પોતાની
પરીક્ષા લઇ રહી છે એવુ લાગતા,
અનંતે તેની ચહીતી ને, સમજાવતા કહ્યુ હતુ કે,
આમ અગર જો તુ રોજ રોજ મને,
એકાંતમા મળશે તો પછી,
કો'ક દિ કોઈ નાજુક માદક ક્ષણે,
ભળતી ગલતી થૈ જશે...
ગર એવુ કૈ થાય તો પછી મારો વાંક ના કાઢજે...
આગળ અનંતે બે અર્થમા અકલે કે મભમમા પેલીને
ચેતવતા કહ્યુ કે, પછી,
" હુ તને ચેતવુ અને તુ ચેતી જાય તો સારૂ છે, પણ.!
ગર હુ તને ચેતાવુ ને તુ જો ચેતી જાય તો મારો વાંક નૈ "
જોકે, આકલુ સમજાવ્યા પછી પણ,
અનંતની ચેતવણીને અવગણી ને
પેલી તો મળતી જ રહેતી સતત અનંતને એકાંતમા..
એ પછી, અનંતે.. તેની ચહીતીને
ચેતવતા, ચેતવણી આપતા લખ્યુ /કહ્યુ હતુ કે,
@@@@@@@@@@@@@@@@@@
સાફ, શાંત, સ્થિર નિર્મળ નિર્મળ જળમાં.
એક ટીપું પણ સર્જી શકે છે વમળ પળમાં.
મારા પ્રેમની શુધ્ધતાને હવે તુ માપવાનું છોડ.
તારૂ મન મક્કમ કર.! મને તુ એકાંતે મળમાં.
સળગી ઉઠશે ! ગર તારા આંસુ નું એક ટીપું-
પણ., જો પડશે મારા પત્ર યાને કે, કાગળમાં.
પછી વગર ચોમાસે વરસી જઈશું કો'ક દિ'
ક્યાં સુધી આમ ભરાઈ રહેશે બુંદ વાદળમાં.
હાં, ગર ડૂબીને તરી જવાય તો વાત નોખી છે,
નૈતો ફસાઈ જઇશુ બુંદ થકી સર્જાયેલ વમળમાં.
લોકોના ઉદાહરણ આપી તુ પરેશાન ના કર.!
હુ હુજ છુ.! અન્ય લોકો સાથે તું મને સાંકળમા.
તું જોયા કરે છે મને "અનંત" ઘુઘવતા સાગરમાં.
હું જોયા કરૂ છુ તને ફૂલ પર ચમકતી ઝાકળમાં.!
“અનંત”
બ્લાસ્ટ : બે, મતલબ
ચેતવુ અર્થાત્ ચેતવણી..
ચેતાવુ અર્થાત્ પ્રગટવું ...
અર્થાત્ ભીતર પ્રેમની આગ પ્રગટાવી...એમ...!
*બ્લાસ્ટ*
" હુ તને ચેતવુ અને તુ ચેતી જાય તો સારૂ છે, પણ.!
ગર હુ તને ચેતવુ ને તુ જો ચેતી જાય તો મારો વાંક નૈ "
" અનંત "
વર્ષો પહેલા.....
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02fkVasmo3m1Kn9deCjj4TXd2F5gfaVfp1sKBXK4o24kVGxPNwxCVckr8aJfbq6dFwl&id=100002991311961&mibextid=UyTHkb

No comments:
Post a Comment