રાબેતા મુજબ ખંડર પર
હું ચાય લઈ ને ગયેલો
વર્ષો પહેલાં....
જે હતું એ છે નહીં.!
જે છે એ હશે નહીં.!
"અજ્ઞાની"
તે રાત્રે
ચાય નો આખરી ઘુંટ ભરી
ભાઈબંધ અજ્ઞાની
આટલુજ બોલ્યો પછી,
મૌન થઈ ગયો...
પછી સુર્રરરરરર કરતાક
ચાયનો છેલ્લો ઘુંટ ભરી
અનંત બોલ્યો...
*બ્લાસ્ટ*
જે કોઈને ના ગમતું હોય.
હોય તે કોઈને ગમતું.
હોય જે કોઈને ગમતું.
તે કોઈને ગમતુ ના ગમતુ હોય.
"અનંત"
મારૂ મગજ કામ કરતું બંધ થઈ ગયુ.
એક તો શિયાળાની હાડ થીજાવતી
ટાઠ ઊપરથી તમારા બંનેની.!
જટ દૈને સમજાય નૈ અટપટી ગુઢ વાત.!
ચાય નો અંતીમ ઘુંટ ભરી
હું ખુરશી પરથી ઊભો થઈ ગયો.
મે કહ્યું ભૈ મારૂ મગજ કામ નથ કરતું.
હું જાઉં છું..!
એમ કહી કાળો ધાબળો સરખો ઓઢી
અધખુલ્લા દરવાજેથી
જે રીતે ભીતર આવ્યો હતો એજ રીતે
શરીર સંકોરી ખંડેર બહાર નીકળી ગયો..
અને સાંકડી ગલી ના
ઉભડ ખાબડ રસ્તેથી ઠેબા ખાતો ખાતો
હું ઘર ભેગો થઈ ગયો...
No comments:
Post a Comment