બે, મતલબ કી બાતે
ઘોઘો હંમેશ મુજબ ટીપોય પર પગ લંબાવી...
સોફા સોફા પર નીંરાતે બેઠો છે.
અને પડોશમાં રહેતી ઘોઘી પ્રગટે છે..!
અકલે કે ઘોઘાના ઘેર આવે છે એમ..!
અને આવતા વેંત ઘોઘા પાસે જૈને ઘોઘાના હાથમાં,
થપ્પ દૈને એક નોટબુક અને કલમ થમાવે છે..!
અને કહે છે લે પકડ અને તુ પણ લખ..!
ઘોઘો અચાનક અણધારી ઘટના બનતા
હેબતાઈ જાય છે.
અને, ઘોઘી સામે તાકી તાકીને જોતા જોતા
ઘોઘો કહે છે.
અને પછી.,
સામ સામી જીકાણી ને મારી આંખ મીંચાણી...
અકલે કે ઘોઘા અને ઘોઘી વચ્ચે..!
બે મતલબની સંવાદ બાજી શરૂ થૈ ગૈ એમ કૌ છુ..!
ઘોઘીએ અચાનકજ ઘોઘાને,
કાગળ કલમ પકડાવ્યા અકલે ઘોઘાએ કહ્યુ.
પણ કાં..! કૈ કારણ.?
હાં બધા લખે છે.!
તો.!?
બસ એક તુજ બાકી છે..!
એટલે..?
એટલે તુ પણ લખ..!
પણ હુ શુ લખું...?
ગમે તે લખ.!
મને ગમે તે લખતા ના ફાવે...!
તો ફવાડી લે.!
અને તને ગમે.! તે લખ...!
લે પણ.., કેમ માનતી નથી
હું કૌછુ મને એ ના આવડે..!
તો તને આવડે છે શુ.?
અનેક નામ કોતર કામ...!
કેમ એક નહીં.!
અહં, એક પછી એક એમ કરતા અનેક.
એમ.! બોલ ક્યા કરશે કોતર કામ.?
છાતી પર..!
ઘોઘીએ લજવાઈને ઓઢણી સરખી કરતા પૂછ્યુ.
કેની..?
મારી.!
ઘોઘીના ચહેરા પર ઉદાસી છાઈ.
કેટલા નામ કોતર્યા....?
કેટલીના મન છેતર્યા...?
એના કરતા કેટલી વાર છેતરાયો એ પૂછ..!
ચૂપ ચાપ લખવા માંડ.!
લે પણ,
લે પણ બે પણ કાય નૈ હવે તારે લખલુ જ પડશે..!
અક્કલ વગરની થા મા હેઠી બેસ હવે.!
ક્યારની હ્રદયની પથ્થારી ફેરવે છે તે..!
ડોબા હ્રદયની પથ્થારી નૈ મગજની પથ્થારી કેવાય...
લે પણ, એ તો હોય એ કેવાય ને..!
તુ કે છે એ હોવુ તો જોઈએ ને..!
એટલે..?
એટલે શું હ્રદય છે.!
જા હવે જા જુઠ્ઠા.!
ઘોઘી તુ જલ્દી ઘર ભેગી થૈજા..!
કાં.?
તુ મને ખોટુ ભણાવે છે.!
મે શુ ખોટુ ભણાવ્યુ..?
તુ મને ખોટુ બોલતા શીખવે છે.!
આહાહાહા જોયો ના હોય તો મોટો સત્યવાદી તેમા...!
અક્કલ નો કોથમીર.....
અહ, તુ ખોટુ બોલી ઘોઘી
કોથમીર નૈ ભાજી પાલક..!
ભાજી પાલક વારી
જાજી લપ કર્યા વગર લખવા માંડ હવે.!
ના મને નૈ ફાવે..!
ફાવી જશે ફાવી જશે ઘોઘા તુ ટ્રાય તો કર...
તુ જા હવે...! અહી બોલવાનાય ફાંફા છે..!
બોલવુ હોય કૈ ને કૈ બોલાય જાય છે.!
જ્યારે કૈ સારૂ સારૂ બોલવા જાઉ ત્યારે....
મારાથી બફાય જાય છે.!
અને તુ લખવાની વાત કરે છે...!
ખોટો બફાટ બંધ કર ઘોઘા....
જો મે કીધુ તુ ને...!
શુ..?
એજ જે તે હમણા કહ્યું.
એ તો મે પે'લ્લા જ કહ્યું 'તુ....!
પણ શુ..?
એજ જે તે હમણા કહ્યું.
શું મે તો એ પે'લ્લા જ કહ્યું '
એ તો મે પેલ્લા જ કહ્યું તુ કરે છે..!
કાંક સમજાય એવુ તો બોલ અક્કલ વગરના....
એ પણ નથી ફાવતું.!
ફાલતુ વાત બંધ કર અને કલમ પકડ...!
આમ જો ઘોઘી તને કૈ દૌ મારે પૂંછડી નથી...!
તોય તું જનાવર થી કમ નથી...!
કાશ....તું ધારે છે એવુ હોત..!
અને તારે પણ શીંગોડા હોત...!
પણ નથી..!
એ આપણી કમનશીબી...!
મારી નૈ તારી
અક્કલ વગરનો ક્યાં ની વાત ક્યાં લૈ જાય છે
ખબર નથી પડતી...!
જ્યા હતી ત્યાંજ વાત લૈ જાઉ છુ એમા શુ ખબર નથી પડતી..!
હુ જાઉ છુ મારે ખોટા ઉજાગરા નથી કરવા ઘોઘા
તારી પાછળ...
તો જાગરણ કર એમા શું..!
જયા પાર્વતી આવવા દે એટલી વાર છે....!
રાતભર સતાવુ નૈ તો મારૂ નામ....
હાં હાં હવે જોઈ લૈશ એતો.!
જ્યાં પાર્વતી હોય ત્યાં શંકર હોયજ..!
ઘોઘા તુ હવે બંધ થા ! તો હુ જાઉ...
કોણ રોકે છે.!
કોણ રોકાણુ છે.! કે તૂ રોકાઈશ...
એટલે.....? તુ કહેવા શુ માંગે છે..?
એજ જે તું સમજવા નથી માંગતી...
હું શું સમજવા નથી માંગતી.?
એજ જે હુ સમજાવવા નથી માંગતો....!
તો પછી હુ સમજીશ કેવી રીતે..?
જેવી રીતે નથી સમજતી તેવી રીતે...!!
આ પણ ના સમજાયુ
એ પણ સમજાય જશે
પણ ક્યારે...?
કો'ક દી'
કેવી રીતે.?
આપોઆપ.!
કે, દિ' આવશે એ દિ'
કો'ક દિ'....
અંત લગી તંત ન મૂકે.....!
એજ પામે જે ન ચૂકે....!
બસ આમ સામ સામી જીંકાણી
'ને, માર્રી આંખે મીચાણી.......
તો આયા સુધી લાંબુ શુકામ થ્યા હુ એમ કૌ છુ....
મે તો પે'લ્લા જ કીધુ તુ ને.! કે,
કોઈ મતલબ નહી..!
બે, મતલબ કી હે સારી કી સારી ....!
બાતે ...
ઔર વો ભી...!
નહી તો,
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02fWwaQEVgLHPufaJBrr7MYJiDwr9x7xofJoqGcdpr3Hi7Emn69ShTf4nTwwe14SA7l&id=100002991311961&mibextid=UyTHkb
No comments:
Post a Comment