તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
વર્ષો પહેલા....
અમાસી અંધારી રાત અને,
અને હાડ થીજાવતી ટાઢ..!
સાંકડી ગલીમાં સફર કરતો હુ,
મહોલ્લામા છેક ખૂણે આવેલા.....
ખખડધજ ખંડેરમા ચાય લઈને પ્રવેશ્યો ...
ખંડેરમા પગ મુકતાજ...
અંધારી રાતે ખૂરશી પર ટુટીયુ વળીને,
ચૂપચાપ બેઠેલા થર થર કાપતા...
અનંતને જોઈ, મને એમ લાગ્યું કે એને ટાઢ ચડી છે.
જોકે કૈક શિયાળા આવ્યા ગયા ક્યારેય આવુ બનતુ નૈ..
અકલે મે મારી ખાલી પડેલી ખૂરશી મારાથી ભરતા...
સામેની ખુરશી પર બેઠેલા અજ્ઞાનીને પૂછ્યું.
અલ્યા કેમ..!? આ અનંત...
આકલો બધો થર થર ધ્રુજે છે.?
શુ એને ટાઢ ચડી છે કે..!?
અકલે અજ્ઞાનીએ કહ્યુ છોડ યાર...
એને તો એને કાયમનુ થ્યુ.! તુ ચાય ભર...
અકલે મે સીધુજ અનંતને પુછ્યુ,
શુ ખરેખર એવુ છે..!?
અકલે એણે કહ્યુ હાં.! એવુ છે...!
પરિયા....એવુજ છે..!
અકલે મે પુછ્યુ એવુ અકલે કેવુ..!?
કહુ છુ ભૈ કહુ છુ જરા શાંતી રાખ...!
પેલા જટ જટ ગરમા ગરમ ચાય પીવડાવ પછી કહુ....
ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પીયાલી સીધી કરી,
ચાય ભરી.
સૌએ પોત પોતાની પીયાલી ઉઠાવી અને,
સૂર્રરરરરર.... કરતી એક સાથે ચુસ્કી ભરી...
અને પછી મે કહ્યુ હવે બોલ.!
અકલે એણે કહ્યુ યાર્ર....
એને જોઉ ને મને ધ્રુજારી છૂટે છે ...
ધ્રુજારી અકલે પ્રેમની ઝણઝણાટી એમ..!
એનો કહેવાનો મતલબ એમજ થતો હતો.
પછી એજ વાત એણે એની કોઈ ચહીતીને,
આમ લખીને કહી'તી.....
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની "વ્રુધ્ધત્વ શરીરને આવે છે અકસર.....
મગર કલાકાર ક્યારેય પણ ઘરડા થતા નથી....
"અજ્ઞાની "
આવુજ કાં'ક અનંતે અલગ અર્થ અને અંદાજમા કહ્યું હતું કે,સમય જતાં ઉમર નો પ્રભાવ શરીર પર પડે છે.! સેક્સ પર પડે મગર "અનંત" અનંત પ્રેમ પર ઉંમરનો પ્રભાવ ક્યારેય પડતો નથી.!
"અનંત"
*બ્લાસ્ટ*
કુંજલ
છે થોડી તકલીફો,
મનને એ જાતે જ સમજવા દ્યો.
છે થોડી અગવડો,
તનને જાતે જ ગોઠવણ કરવા દ્યો.
#કુંજકલરવ
https://m.facebook.com/story.php?story_fbid=pfbid06cHXru3bbkPhT6yT6A88NJiTxkhoQYVq8o6zgWmYvokx968Pw24fwRBqmEWrtUqzl&id=100002991311961&mibextid=UyTHkb

No comments:
Post a Comment