ભાઈબંધ "અજ્ઞાની" ની કડવી વાણીમાંથી ...!
જો સમજાય તો..!
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા આકળ વિકળ છે.
રે..કોણ જાણે કેટ કેટલી અટકળ છે.
સાંભળવાની કોઈનેય ફુરસત નથી!
મગર કહેવાની કેટલી ! ઉતાવળ છે..!
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલોજ છે.!
જો એક ગુલાબ છે, તો એક બાવળ છે.!
સુક્ષ્મ આ સબંધો બંધાય છે કેમ ??
પૂછો નિજ ભીતર ને, કે, શું કારણ છે.?
જ્યાં સુધી કશું નક્કર કાર્ય ના થાય.
માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.
સમજ જો તારી ટૂંકી હોય તો હું શું કરું?
મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.
તારા માટે સહેલું મારા માટેય સહેલું છે.
તારા માટે અઘરુંય મારા માટે સરળ છે.
અણુ અણુમાં ધબકે છે. નદી એ ઝરણુય એ
દરિયોય એજ , અરે..! એજ તો ઝાકળ છે.
એ તો જીવવાની રીત જોયા પછી પડે ખબર કે,
જીવનમાં કોણ કેટલું નિષ્ફળ ને કોણ સફળ છે.
"અજ્ઞાની" કળી ચૂક્યો છું અકળ લીલા એની,
જાણો તો બધુજ સહજ, સરળ, સકળ છે...!
આથી વધુ હુ "અજ્ઞાની" શું કહું ખુદ અનુભવ તું.!
જાત અનુભવ વીના બધા ભેદ ભરમ અકળ છે.
>>>>>>>>"અજ્ઞાની"<<<<<<<<<<
બ્લાસ્ટ :-1
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..! ****************"અજ્ઞાની"***************
બ્લાસ્ટ :- 2
"અનંત" પ્રેમ હુંફ અને ક્ષણ ભંગુર આ શરીરની ભૂખ.
આપી શકે અનંત,ચરમ આનંદ... યા તો અસિમ દૂ:ખ.
***************"અનંત"***************
બ્લાસ્ટ:-
"અનંત"ભીની આ મૌસમમાં કહો ભલા કોણ બચી શક્યું છે.?
વરસાદ હતો ને માટીય ચીકણી હતી, તે હું પણ લપસી ગયો ..!
"અનંત"
બ્લાસ્ટ:-
બહુ બહુ તો દિલાસો આપે , દૂ:ખ કોઈનું કોઈ કાપી ના શકે ... !
માણસનું પેટ અને દરિયાનું પેટાળ કદિ કોઈ માપી ના શકે...!
"અજ્ઞાની" માણસ આપવામાં તો કાયમ ટૂંકો જ પડે છે.
જો આપે તો શરત રાખે છે ને શરત મુજબ પરત માંગે છે.
વિના શરતે તો ઈશ્વર જ આપે બીજું કોઈ આપી ના શકે..!
"અજ્ઞાની"
અનંત આનંદ....
પરમ આનંદ...
ચરમ આનંદ...
અખંડ આનંદ..
"અનંત" આનંદ...
કે પછી દુ:ખ, કે પછી પીડાનુ કારણ...
એક જ હોય છે, આખરે...
તનની ભૂખ.! ને મનની હૂંફ ની "અનંત" ઈચ્છા...!
યાની પ્રેમની ઝંખના....
એવુ વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહીતીને....
" અનંત" પરમ ચરમ સુખ આનંદની ચરમ સીમા...
અને અસીમ દુ:ખ નુ આખરે કારણ શુ..!?
એવુ જ્યારે પુછ્યું ત્યારે, કહ્યુ હતુ કે,
એ તો પહેલા કહ્યુ ને..!
તો પછી..!?
જો કે બીજા પણ ઘણા કારણો હોય છે...
પણ એ છેવાડાના હોય છે અકલે,
એ તો હોય જ છે.! અકલે....
મૂળ વાત, મુળમાજ હોય, અકલે....
મુળમાથી મૂળ સોતી ઊખડેજ નૈ તો,
પાંદડા ખેરવ્યે ખખડાવ્યે કૈ થાય નૈ....
અકલે.....
પછી અનંતે જે કહ્યું એ હું પછી કૈશ અતારે નૈ કૌ...
*બ્લાસ્ટ*
ભાઈબંધ અનંતે ગુઢાર્થ માં એક વખત કહ્યું હતું કે,
"અનંત" સુખ નું કારણ દુ:ખ..!
"અનંત" દુ:ખ નુ કારણ સુખ..!
જો કે તે દિવસે તો મે જીદ કરી કહ્યુ.
ભૈલાઆઆઅ આજે તો તારે આનો સ્પષ્ટ અર્થ
મને સમજાવોજ પડશે..!
બૌ લપલપ કર્યક વગર...
ઠીક છે એમ કહી અનંતે કહ્યું.
"અનંત" સુખ નું કારણ દુ:ખ ના દાડા.!
"અનંત" દુ:ખ નુ કારણ સુખની ફાંફા .!
"અનંત "
જો કે ઓલુ સમજવા ના પણ મારે ફાંફા હતા તો
આ તો પહેલા કરતા પણ વધુ અઘરૂ લાગ્યું મને...
અકલે પછી સમજવાની ક્ષમતા વગરનો હું ચુપજ રહ્યો.
જો કે મારી ચુપ્પી અને સમાજના અભાવે ઊત્પન થતી શરમ ને પારખી ગયેલ અજ્ઞાનીએ કહ્યું...
પરીયા એમાં ચુપ્પ શું થવાનું હોય
આમાં કૈ નવુ કે અઘરૂ છેજ નહીં..!
સાવ સહજ અને સરળ વાત છે અનંતની...
મે કહ્યું ભૈ મને વારંવાર અર્થાત્ એમ પુછતા શરમ એવં બીક લાગતી હતી અકલે હું ચુપ્પ થઈ ગયો...
હવે તું સમજી ગયો છે તો સમજાવ...
અજ્ઞાની એ કહ્યું.
"અનંત" સુખ નું કારણ દુ:ખ ના દાડા.!
અર્થાત્ દુ:ખ ના દિવસો જેને જોયા હોય
જેને દુ:ખ મા દિવસો પસાર કર્યા હોય
તેને સુખનો અનુભવ થાય છે.!
તેનેજ સુખનો સાચો અનુભવ થાય છે.!
એજ રીતે
"અનંત" દુ:ખ નુ કારણ સુખની ફાંફા.!
અર્થાત્
જે પાસે હોય તે માણવા ની બદલે
સતત હજુ સુખ મળે વધુ સુખ મળે
એમ વીચારી સુખ શોધવા બહાર ફાંફા મારવા
અને ના મળે તો દુ:ખ નુ કારણ સુખ બને છે.!
આટલુ કૈ અજ્ઞાની મૌન થૈ
અનંત ની બાજુમાં જૈ ઊંઘી ગયો...
અને હું જાગુ જાગુ થાવ છું...


No comments:
Post a Comment